Skip to main content
Settings Settings for Dark

મતદારોને જાગૃત કરવાનો વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ

Live TV

X
  • ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા પોસ્ટ કાર્ડ લખી મતદાન કરવાની અપીલ કરાઇ

    ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે જિલ્લાની શાળાઓના બાળકો દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.તેના ભાગરૂપે પોતાના સગા-સંબંઘી, ભાઇ- બહેન કે માતા – પિતાને પોસ્ટ કાર્ડ લખી અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના આપણે નાગરિક હોવાનું આપણને ગૌરવ છે.લોકશાહીને મજબૂત બનાવવા માટે ચૂંટણી પ્રક્રિયાના સુચારું આયોજન સાથે સાથે મતદાન મહત્તમ થાય તે ખૂબ જરૂરી છે.આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લામાં વઘુમાં વધુ મતદાન થાય તેવા આશયથી સમગ્ર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને મતદારોને મતદાન અંગે જાગૃત્ત કરવાનો ઉમદા પ્રયાસ થઇ રહ્યો છે.

    મતદાન જાગૃત્તિ અર્થે જિલ્લામાં સ્વીપ અંતર્ગત કરવામાં આવતી કામગીરીની વિગત આપતાં સ્વીપના નોડલ અધિકારી ર્ડા.બી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં મતદાન અંગેની મતદારોને જાગૃત કરવા રંગોળી, રેલી જેવા અનેક કાર્યક્રમ તબક્કાવાર આયોજન કરવામાં આવ્યા છે. મતદારો મતદાન કરવા પ્રેરાય અને બાળકો તેમની બાલ્ય અવસ્થાથી જ મતદાનનું મહત્વ સમજે તેવા ઉમદાભાવથી મતદાન જાગૃતિના પોસ્ટ કાર્ડ બાળકો દ્વારા લખવામાં આવ્યા હતા. આ પોસ્ટ કાર્ડ બાળકો દ્વારા પોતાના માતા- પિતા, ભાઇ – બહેન અને સગા સંબંધીઓને ઉદ્દેશીને લખવામાં આવ્યા હતા. અવસર લોકશાહીનો આવી રહ્યો છે, મતદાન અવશ્ય કરવું જોઇએ. લોકશાહી તંત્રમાં મતદાન કેમ મહત્વનું છે તેવા મુદ્દાઓ અને સ્લોગન સાથે મતદાન જાગૃત્તિ કરવાની અપીલ પોસ્ટ કાર્ડ લખીને કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
apply