Skip to main content
Settings Settings for Dark

મહીસાગરઃ પી.એમ.વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ દેશના કારીગરો આત્મ નિર્ભર બન્યા

Live TV

X
  • મહીસાગરઃ પી.એમ.વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ દેશના કારીગરો આત્મ નિર્ભર બન્યા

     દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કારીગરો આત્મ નિર્ભર બની પોતાનો વ્યવસાય શરૂ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ થી પી.એમ.વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીએ લાભ લઈ વિવિધ પ્રકારની તાલીમ મેળવી હતી. 

    પી.એમ.વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા મહીસાગર જિલ્લામાં 18180 અલગ અલગ 18 પ્રકારના કારીગરોની નોંધણી મહીસાગર જિલ્લાના સી.એસ.સી કેન્દ્રો દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત 13 હજાર જેટલા લાભાર્થીઓનું આ યોજનાનો લાભ મળે તે માટે વેરિફિેશન થઈ ચૂક્યું છે. જિલ્લામાં આવેલ વિવિધ નવ જેટલા તાલીમ કેન્દ્રો પર 700 જેટલા લાભાર્થીઓ એ 18 પ્રકારની તાલીમ લીધી હતી. બીજા લાભાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. તાલીમ લીધા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરી રોજગારી મેળવી આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે લાભાર્થી પણ આ યોજનાથી ખુશ છે અને નરેન્દ્ર મોદી નો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
apply