મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ 'નમો પુસ્તક પરબ'ની 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી
Live TV
-
વાંચનને એક આદત બનાવવાના હેતુથી સંસ્કૃતિ ફાઉન્ડેશનના ઉપક્રમે શરૂ કરાયેલી આ પુસ્તક પરબમાં 3,000થી વધુ પુસ્તકો
મણીનગર સ્થિત ઉત્તમ નગર ગાર્ડન પાસે 'નમો પુસ્તક પરબ' અંતર્ગત પ્રતિ રવિવારે યોજાતા પુસ્તક પરબની આ રવિવારે યોજાયેલી 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
દેશના વર્તમાન પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચોથી જુલાઈ 2021ના રોજ 'નમો પુસ્તક પરબ'નો પ્રારંભ કરવામાં આવેલો. મુખ્યમંત્રીએ આ પ્રદર્શનમાં વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકોને રસપૂર્વક નિહાળ્યા હતા.
ધારાસભ્ય મહેશ કસવાલા પ્રેરિત 'સંસ્કૃતિ ફાઉન્ડેશન' દ્વારા દર રવિવારે ઉત્તમ નગર ગાર્ડનની બહાર ફૂટપાથ પર પુસ્તકોનું પ્રદર્શન યોજાય છે. આ પરબમાં વિવિધ વિષયોના 3000થી વધુ પુસ્તકોનો જાહેર જનતા લાભ લે છે. ધર્મ, પ્રવાસન, સાહિત્ય, એન્જિનિયરિંગ, સાયન્સ, કવિતાઓ, વાર્તા સંબંધિત આ પુસ્તકોએ મણીનગરના લોકો માટે વિશેષ આકર્ષણ જમાવ્યું છે.
આ પ્રસંગે મહેશ કસવાલાએ જણાવ્યું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા કહેતા વાંચનમાં એક જબરજસ્ત તાકાત હોય છે' તેમાંથી પ્રેરણા લઈને આ પરબ શરૂ કરાઈ છે. વાંચનને એક આદત બનાવવાના ધ્યેય સાથે દર રવિવારએ પુસ્તક પરબમાં અનેક લોકો પુસ્તકોની આપ લે કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે પુસ્તક આપનાર અને લઈ જનારની કોઈપણ પ્રકારની નોંધણી કરાતી નથી, એમ છતાંય અહીંયા ક્યારેય પુસ્તકો ખૂટ્યા નથી. જે પરિવારો પાસે પુસ્તકો હોય એ અહીં મૂકી જાય છે અને જરૂરિયાત મંદો કે વાંચન શોખીનો અહીંથી પુસ્તક વાંચવા લઈને પરત આપી જાય છે.
પુસ્તક પરબ પરિવાર સાથે સંકળાયેલા કૌશલભાઈ, શ્રીપાલભાઈ, હિતેશ પટેલ અને અનેક કાર્યકરો આ પરબનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. આ પ્રસંગે મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને વાંચન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.