Skip to main content
Settings Settings for Dark

PM Modi | Covid19 | OxygenExpresses | Rain | Morning News | 18-06-2021

Live TV

X
Gujarati

 

1....  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી   આજે  કોરોના યોધ્ધાઓ માટે ,, કસ્ટમાઇઝ્ડ ક્રેશ કોર્સનો  કરાવશે પ્રારંભ... દેશના 26 રાજ્યોના 111 પ્રશિક્ષણ કેન્દ્રો ઉપર , શરૂ કરાશે કાર્યક્રમ..  ભારતના એક લાખ કોરોના યોધ્ધાઓ ના    કૌશલ્ય વિકાસ નું ,, કાર્યક્રમનું   લક્ષ્ય...

2..  દેશવાસીઓને સુરક્ષિત ડિજીટલ પેમેન્ટ ઇકો સિસ્ટમ આપવા માટે  ,, મોદી સરકારનો મોટો નિર્ણય...  સાયબર છેતરપિંડીથી થતાં નાણાંકિય નુક્સાનને રોકવા ,, અને આ મામલે ફરિયાદ નોંધાવવા માટે , ગૃહમંત્રાલયે શરૂ કર્યો ,, રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 155 260...  છેતરપિંડીનો ભોગ બનેલા લોકો,,  આ નંબર પર નોંધાવી શકે છે પોતાની ફરિયાદ....

3... કેન્દ્ર સરકારે 1994 કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમમાં કર્યો સુધારો...  ટેલિવિઝન ચેનલોના  કાર્યક્રમો અંગેની દર્શકોની ફરિયાદોના નિવારણ માટે રચાશે ,, કાયદાકિય તંત્ર..  સુધારા અંતર્ગત સ્વ-નિયામક એકમોને મળશે માન્યતા..

4... દેશવ્યાપી રસીકરણ અભિયાન  સફળતાપૂર્વક પડી રહ્યું છે  પાર .. . દેશમાં અત્યાર સુધીમાં 26 કરોડ 86 લાખ વેક્સિનના ડોઝ અપાયા....  અત્યાર સુધી કુલ 29 કરોડ જેટલા લોકોને અપાઇ ચુકી છે રસી...  18થી 44 વર્ષની વયના લોકોને અત્યાર સુધીમાં લગાવાયાં છે , પાંચ કરોડ ડોઝ...

5....  રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી...  છેલ્લા 24 કલાકમાં નવા 293 કેસ નોંધાયા... તો 770 દર્દીઓ સાજા થવા ની સાથે , રિકવરી રેટ 97.84 ટકાએ પહોંચ્યો...  6 દર્દીઓના થયા મૃત્યુ...   24 કલાકમાં નવા 2 લાખ 52 હજારથી વધુ લોકોને અપાઈ રસી...  અમદાવાદમાં  47,  સુરતમાં 66,  અને રાજકોટમાં , નવા 19 કેસ નોંધાયા...

6... સુરત મહાનગર  પાલિકા સંચાલિત સ્કૂલોમાં શરૂ થશે ,, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ...  .માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશની સમસ્યા ન સર્જાય,, તે માટે  સુમન સ્કૂલોમાં , ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાનો કર્યો નિર્ણય...  ધોરણ અગિયારના આઠ વર્ગો કરાયાં શરૂ...  ઓનલાઇન શિક્ષણ દ્વારા અગિયારમાં ધોરણનાં એડમિશન શરૂ કરાયાં...  કન્યાઓને અપાશે નિઃશુલ્ક શિક્ષણ..

7....  SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ,, 13 હજાર લીટર ની ક્ષમતા ની  લિક્વિડ ઑક્સિજન ટેન્કનું , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું લોકાર્પણ... કહ્યું, રાજ્યની મેડિકલ ઑક્સિજનની ક્ષમતા , 1800 મેટ્રિક ટન લઈ જવા સરકાર પ્રયત્નશીલ...   SGVPના અધ્યક્ષ સ્વામીએ,  કોરોના નિયંત્રણ અંગે  ગુજરાત સરકારની કામગીરીના કર્યાં વખાણ...

8....  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી નડા  બેટની મુલાકાત... ટી જંક્શન , તથા ફેઝ 1 અને 2 ના કામોનું કર્યું નિરીક્ષણ...  નડેશ્વરી માતાના કર્યાં દર્શન --  કહ્યું, સીમાદર્શન , ગુજરાતને વિશ્વ પ્રવાસનમાં બનાવશે અગ્રેસર... રાજ્યના એક  માત્ર બોર્ડર ટુરિઝમ કેન્દ્ર ઝીરો પોઈન્ટ ખાતે ,, પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે...

9... ભારત અને ન્યુઝિલેંડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો મુકાબલો ,, આજથી ઇગ્લેંડના સાઉધમ્પટન ખાતે  થશે શરૂ ..મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમય પ્રમાણે , બપોર બાદ ત્રણ વાગે થશે શરૂ  ..  ડીડી ફ્રી ડીશ, અને   ડીડી સ્પોર્ટસ પર જોઇ શકાશે જીવંત પ્રસારણ ..  ડીડી ડિશના ગ્રાહકો આકાશવાણીના માધ્યમથી , દેશભરમાં સાઁભળી શકશે મેચની રનિંગ કોમેન્ટરી..

  

 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
apply