Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના સાયન્સ સીટી ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે

Live TV

X
  • અમદાવાદના સાયન્સ સીટી ખાતે આજથી બીજી ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) અને રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 

    સાયન્સ અને ટેક્નોલોજી વિબાગના અગ્રસચિવ મોના ખંધાર આ કાર્યક્રમને ખુલ્લો મુકશે. આ કાર્યક્રમના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા અને સ્ટેટ મોડેલ ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ શિક્ષકો માટે તાલીમ કાર્યશાળા પણ યોજાશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિતના 600 થી વધુ મહાનુભાવો ભાગ લેશે. 

    રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ માટે રાજ્યભરમાંથી 1 લાખ 23 હજારથી વધુ સંશોધનો નોંધાયા હતા. જેમાંથી 6 હજાર 600 પ્રોજેક્ટની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 26 વિદ્યાર્થીઓની પસંદગી કરવા રાજ્યકક્ષાએ આ સ્પર્ધા યોજાઇ રહી છે. પસંદગી પામેલા 26 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply