Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં શાંતિ એશિયાટિક સ્કુલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો

Live TV

X
  • 2600 વિદ્યાર્થીઓએ લીધો ભાગ, સોલાર ઉર્જા, વૉટર મેનેજમેન્ટ અને તેના દ્વારા થતી ખેતી અને ઔદ્યોગિક એકમોમાં તેનો ઉપયોગ કરવા અંગેની પદ્ધતિઓનું નિદર્શન

    વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ અને યોગ વ્યાયામ જેવા વિષયો લઈને અમદાવાદમાં શાંતિ એશિયાટિક સ્કુલ ખાતે વિજ્ઞાન મેળો યોજાઈ ગયો. પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવાના હેતુથી સવિશેષ હેલ્થ વિષયક માહિતી દર્શાવતું પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવ્યું હતું.આ વિજ્ઞાન મેળામાં અમદાવાદ શહેરની શાળાઓના 2600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના  તૈયાર કરાયેલા સાયન્સના પ્રોજેક્ટોને મુક્યા હતા...જેમાં રોબોટ દ્વારા કરવામાં આવતા કર્યો તેમજ સોલાર ઉર્જા ...વૉટર મેનેજમેન્ટ...અને તેના દ્વારા થતી ખેતી અને ઔદ્યોગિક એકમોમાં તેનો ઉપયોગ કરવાની સરળ પદ્ધતિઓ વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી. આ વખતના સાયન્સ ફેરમાં,  સાયન્સ અને ટેક્નોલોજી  અને હેલ્થ અવરનેસ  જેવા વિષયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું પ્રિન્સિપાલ અભય ઘોષે જણાવ્યું હતું.સમગ્ર  સાયન્સ ફેરમાં ધોરણ એકથી અગિયાર સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ ની આ પ્રતિભાને નિહાળવા તેઓના વાલીઓ પણ જોડાયા હતા..

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply