Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ચાર પોર્ટલ લોન્ચ કર્યા

Live TV

X
  • કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ચાર પોર્ટલ લોન્ચ કર્યા છે.તેમાં પ્રેસ સર્વિસ પોર્ટલ,સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન્સ પોર્ટલ અને વેબસાઈટ, નેવિગેટ ઈન્ડિયા પોર્ટલ અને લોકલ કેબલ ઓપરેટર્સ નેશનલ રજિસ્ટર પોર્ટલનો સમાવેશ થાય છે.

    કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,આ પોર્ટલ શરૂ કરવાનો ઉદ્દેશ્ય વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો અને વ્યવસાય કરવામાં સરળતા લાવવાનો છે.

    તેમણે કહ્યું કે,આનાથી માનવીય દખલગીરી પણ ઘટશે અને મંત્રાલય હેઠળના વિભાગોની કામગીરી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પારદર્શિતા લાવવા માટે અનેક પહેલ કરી છે અને આ પોર્ટલનું લોન્ચિંગ આ દિશામાં એક નવું પગલું છે.

    તાજેતરમાં સંસદે પ્રેસ અને સામયિક નોંધણી બિલ - 2023 પસાર કર્યું છે. તેણે સંસ્થાનવાદી યુગના કાયદાને નાબૂદ કર્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી પત્રકારો બે વર્ષના બદલે બે મહિનામાં અખબારો કે સામયિકોનું રજીસ્ટ્રેશન કરી શકશે. વિદેશી રોકાણ માટે ભારતને આકર્ષક દેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. મોદી સરકારના ઘણા સુધારાઓએ ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply