Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લાના એક ખેડૂતે જંતુઓથી બચાવવા માટે યંત્ર બનાવ્યું

Live TV

X
  • ખેતરોમાં ઉભા પાકને પશુ-પક્ષી તેમજ તીડ જેવા મોટા જંતુઓથી બચાવવા માટે તાપી જિલ્લાના એક આદિવાસી ખેડૂતે પોતાની સૂઝબૂઝથી ઘરેલુ સાધનો વડે એક યંત્ર બનાવ્યું છે. આ યંત્રના અવાજથી આવા જીવ જંતુઓ ભાગી જાય છે.

    ખેતરોમાં ઉભા પાકને , પશુ-પક્ષી તેમજ તીડ જેવા મોટા જંતુઓથી બચાવવા માટે, તાપી જિલ્લાના એક આદિવાસી ખેડૂતે , પોતાની સૂઝબૂઝથી ઘરેલુ સાધનો વડે , એક યંત્ર બનાવ્યું છે. આ યંત્રના અવાજથી , આવા જીવ જંતુઓ ભાગી જાય છે, અને ખેડૂત પોતાના પાકનું રક્ષણ કરી શકે છે. માત્ર આઠમુ ધોરણ ભણેલા આદિવાસી ખેડૂત , રણજીતભાઈ ગામીતે બનાવેલ આ યંત્ર , હવાના સહારે ચાલે છે. હવાને કારણે પંખો ફરે છે, અને પાછળ લગાવેલ સળીયો થાળી સાથે અથળાય , ત્યારે જે અવાજ આવે છે , તેનાથી પશુ-પક્ષીઓ ભાગી જાય છે. વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા , પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે હેઠળ આ યંત્રને , નેશનલ એવોડ માટે , રાષ્ટ્રપતિની દેખરેખ હેઠળ ચાલતી એનઆઇએફ સંસ્થામાં મુકવાની , તજવીજ હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply