Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ 'ગગનયાન' મિશન માટે પસંદ કરાયેલા ચાર આવકાશયાત્રીના નામ કર્યા જાહેર

Live TV

X
  • ગનયાન મિશન ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે જેના માટે ISROના વિવિધ કેન્દ્રો પર વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશન માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરી અને ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીના નામ જાહેર કર્યા. પ્રધાનમંત્રીએ નિયુક્ત અવકાશયાત્રીઓ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાને 'અવકાશયાત્રી પાંખો' એનાયત કરી. ગગનયાન મિશન ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે જેના માટે ISROના વિવિધ કેન્દ્રો પર વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લઈને લગભગ 1,800 કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતે PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી, મહેન્દ્રગિરિ ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવું 'સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી' અને તિરુવનંતપુરમ ખાતે 'ટ્રાઈસોનિક વિન્ડ ટનલ'નો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 40 વર્ષ બાદ કોઇ ભારતીય અંતરિક્ષમાં જશે, જે દેશના 140 કરોડો નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply