Skip to main content
Settings Settings for Dark

ભારતે ફરી એક વખત રચ્યો ઈતિહાસ- ભારતનું સૌ પ્રથમ સૌર મિશન આદિત્ય L1નું સફળ પ્રક્ષેપણ કર્યું

Live TV

X
  • ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ તેનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. આદિત્ય L1ને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. મિશનના પેલોડ્સ ભારતની ઘણી સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.

    યુરોપીયન સ્પેસ એજન્સી (EAS) આદિત્ય એલ-1ને ડીપ સ્પેસમાં ગ્રાઉન્ડ સપોર્ટ પણ આપશે. વાસ્તવમાં, અંતરિક્ષ યાનના સિગ્નલ ઊંડા અવકાશમાં ખૂબ નબળા પડી જાય છે, આ માટે ઘણી એજન્સીઓની મદદ લેવી પડે છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ અગાઉ ચંદ્રયાન-3 મિશન દરમિયાન ઈસરોને ગ્રાઉન્ડ સપોર્ટ પૂરો પાડ્યો હતો.

    ESA અનુસાર, એજન્સી આદિત્ય-L1ને સપોર્ટ કરશે. ESA આદિત્ય એલ-1ને 35 મીટર ડીપ સ્પેસ એન્ટેનાથી ગ્રાઉન્ડ સપોર્ટ આપશે જે યુરોપમાં ઘણી જગ્યાએ સ્થિત છે. આ સિવાય 'ઓર્બિટ ડિટરમિનેશન' સોફ્ટવેરમાં યુરોપિયન સ્પેસ એજન્સીની પણ મદદ લેવામાં આવશે. એજન્સી અનુસાર, "આ સોફ્ટવેર અવકાશયાનની વાસ્તવિક સ્થિતિ વિશે સચોટ માહિતી આપવામાં મદદ કરે છે."

    યુરોપિયન સ્પેસ એજન્સી આદિત્ય-એલ1ના ગ્રાઉન્ડ સપોર્ટમાં સૌથી અગ્રણી એજન્સી છે. ESAએ કહ્યું કે તેઓ આ મિશનને લોન્ચથી લઈને L-1 પોઈન્ટ સુધી પહોંચે ત્યાં સુધી સપોર્ટ કરશે. આ ઉપરાંત, તે આગામી બે વર્ષ માટે આદિત્ય L1 ને આદેશો મોકલવામાં પણ મદદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply