Skip to main content
Settings Settings for Dark

મહેસાણાની વિદ્યાર્થિનીએ શોધ્યુ અનોખુ યંત્ર, હવે દાંતથી પણ સાંભળી શકાશે

Live TV

X
  • મૂળ વિસનગરના બાકરપુર ગામની વતની ક્વીલા પટેલને તેની પ્રોજેક્ટ સાથી મીત્વા પટેલ સાથે મળીને આ યંત્ર તૈયાર કર્યું છે. ક્વીલાને આ યંત્ર બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જયારે તેનો કઝીન ભાઈની કાનની સાંભળવાની શક્તિ કોઈ કારણસર ગુમાવી બેઠો હતો. જે ફરીથી સાંભળી શકે તે માટે તેણે કોઈ યંત્ર બનાવવાનો વિચાર આવ્યો અને શાળાના ફીઝીક્સના શિક્ષક સાથે ચર્ચા કરીને સાતેક માસની મહેનતે રૂપિયા બેથી ત્રણ હજાર ખર્ચ કરીને ક્વીલા અને મીત્વાએ બનાવી દીધું “ટીથ હિયરીંગ ઇનોવેટીવ ડીવાઈઝ” એટલે કે, દાંતથી સાંભળવાનું મશીન.

    ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા યોજવામાં આવેલા 27માં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં મહેસાણાની નવોદય વિદ્યાલયની વિદ્યાર્થિની ઝળકી છે..ક્વીલા પટેલ નામની વિદ્યાર્થિનીએ દાંતથી સાંભળવા અંગેના અનોખા મશીનનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય લેવલે પસંદગી પામ્યો છે..શું ખરેખર દાંતથી સાંભળી શકવું શક્ય છે? માન્યામાં નહિ આવે તેવી વાતનો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મહેસાણામાં નવોદય વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્વીલા પટેલે કુદરતને ચેલેન્જ કરતા કાનને બદલે દાંતથી સાંભળવાનું અનોખું યંત્ર તૈયાર કર્યુ છે..ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા યોજવામાં આવેલા 27માં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં આ વિદ્યાર્થિનીના પ્રોજેક્ટને રજૂ કરાયો હતો

    જે રાષ્ટ્રીય લેવલે પસંદગી પામ્યો છે..આ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં મધ્ય એશિયામાંથી ફુલ 25 દેશના 658 બાલ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી..જેમાં 10 પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યા..જેમાંથી મહેસાણાના વડનગર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયની પ્રથમ દસ પ્રોજેક્ટમાં એ વન ગ્રેડ સાથે પસંદગી કરવામાં આવતા શાળા પરિવાર અને મહેસાણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે..આ મશીનમાં ઇનપુટ માટે જે અવાજ આવે છે એ એમ્પ્લીફાયરમાં ઈલેક્ટ્રીક સિગ્નલમાં રૂપાંતર કર્યા બાદ એમ્પ્લીફાયર ઈલેક્ટ્રીક સિગ્નલને ડીસી મોટર માં પહોંચાડે છે..જેને વચ્ચે જોડેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ દ્વારા ડીસી મોટર દ્વારા તેના સાફટને બે દાંત વચ્ચે દબાવવાથી દાંતની નસો દ્વારા મગજ સુધી સંકેત પહોંચે છે અને આપણે સાંભળી શકીએ છીએ..દાંતથી સાંભળવાનું આ યંત્ર માત્ર 2000 રૂપિયામાં તૈયાર થઈ જાય છે ..એવાં જે લોકો મોંઘા ઓપરેશન કે મશીન લગાવી શકતા નથી તેમના માટે આ મશીન આશીર્વાદરૂપ સાબિત થાય છે..ટીથ હિયરીંગ ઇનોવેટીવ ડીવાઈઝ ને લઈને ક્વીલા અને મીત્વાને મળેલ આ સફળતાથી શાળાના શિક્ષકો અને આચાર્ય સહીત જવાહર નવોદય વિદ્યાલય સમિતિના અધ્યક્ષ પણ ખુશ છે. આ પ્રોજેક્ટને લોકઉપયોગ માટે કેવી રીતે આગળ લઇ જઈ શકાય જેથી દેશના લોકોને પણ આ યંત્ર ઉપયોગી નીવડે તે દિશા તરફ આગળ વધી રહ્યા છે. તો ક્વીલા અને મીત્વાના માતા-પિતા સહીત પરિવાર સાથે સાથે મહેસાણા જીલ્લો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply