Skip to main content
Settings Settings for Dark

શિક્ષણ વિભાગ અને યુ.એસ.એ કેલિફોર્નિયાની ઇન્સ્ટીટ્યૂટ વચ્ચે MOU

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને યુ.એસ.એ. કેલીર્ફોનીયાની યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ ૩-ડી ટેકનોલોજી વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.ગુજરાતના યુવા વિદ્યાર્થીઓ વૈશ્વિકસ્તરે વિવિધ સેકટર્સમાં ખૂબ ઉપયોગી એવી આ ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીથી અવગત થાય અને પોતાની કોલેજ-શાળાની પ્રયોગ શાળામાં તેનો ઉપયોગ કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે આ MOU કર્યા છે.મુખ્યમંત્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી શિક્ષણ વિભાગે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી અન્વયે રાજ્યમાં ૭ સ્થળોએ આ ૩-ડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે. તદ્દઅનુસાર, વિશ્વકર્મા ગવર્મેન્ટ ઇજનેરી કોલેજ ચાંદખેડા, અમદાવાદ ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજ ગાંધીનગર,ભરૂચ, રાજકોટ, આઇ-હબ, એમ.એસ. પોલિટેકનીક બરોડા તથા કલોલની સરકારી ટેકનીકલ હાઇસ્કૂલમાં તથા ગુજરાતની અન્ય ટેકનીકલ સંસ્થાઓમાં આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને પોતાના વિચારોને પ્રોડકટમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થશે.મુખ્યમંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે તથા શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માની ઉપસ્થિતીમાં આ સમજૂતિ કરાર પર ગુજરાત નોલેજ સોસાયટીના એડીશનલ સી.ઇ.ઓ શ્રી ભુપતાણી અનેયુ.એસ. આઇ ૩-ડી.ટી. વતી સી.ઇ.ઓ. શ્રી દિલીપ મેનેઝિસે હસ્તાક્ષર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply