Skip to main content
Settings Settings for Dark

ISRO અને તેના ચેરમેન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સુનિતા વિલિયમ્સને અભિનંદન પાઠવ્યા

Live TV

X
  • સુરક્ષિત વાપસીની ઉજવણી કરવા માટે આખું વિશ્વ એકત્ર થયું

    ઇસરોએ નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. ઇસરોએ X પર લખ્યું, સ્વાગત છે, સુનિતા વિલિયમ્સ! લાંબા મિશન પછી તમારું સુરક્ષિત પૃથ્વી પર પરત ફરવવું એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ નાસા, સ્પેસએક્સ અને યુનાઇટેડ સ્ટેટ્સની અવકાશ સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તમારી દ્રઢતા અને સમર્પણ વિશ્વભરના અવકાશ ઉત્સાહીઓને પ્રેરણા આપતા રહેશે.  

    ઇસરોએ X પર તેના ચેરમેન તરફથી એક નિવેદન પણ જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મારા સાથીદારો વતી, હું તમને સચિવ DOS અને ચેરમેન ISRO તરીકે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત એક વિકસિત દેશ બનવા તરફ કામ કરી રહ્યું છે. અમે અવકાશ સંશોધનમાં તમારી કુશળતાનો ઉપયોગ કરવા માંગીએ છીએ.

    સુરક્ષિત વાપસીની ઉજવણી કરવા માટે આખું વિશ્વ એકત્ર થયું

    તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે X પર સુનિતા વિલિયમ્સના વાપસી પર લખ્યું,  આ ગર્વ અને રાહતની ક્ષણ છે! ભારતની આ પ્રતિષ્ઠિત પુત્રીના સુરક્ષિત વાપસીની ઉજવણી કરવા માટે આખું વિશ્વ એકત્ર થયું છે. જે અવકાશની અનિશ્ચિતતાઓને સહન કરવામાં પોતાની હિંમત, દૃઢતા અને સંયમ માટે ઇતિહાસમાં નોંધાયેલી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
apply