Skip to main content
Settings Settings for Dark

NISAR મિશનથી બદલાતા મેન્ગ્રોવ પર્યાવરણ અને બરફની ચાદરનો અભ્યાસ કરાશે

Live TV

X
  • ભારતીય અવકાશ સંસ્થા ISRO અને NASA ના વૈજ્ઞાનિકો NISAR મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. 2024 ની શરૂઆતમાં લોન્ચ થવાની તૈયારીમાં NISAR (NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર) ને NASA અને ISRO દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ મિશનથી પૃથ્વીની જમીન અને બરફની સપાટીની હિલચાલને અત્યંત ચોકસાઈ સાથે ટ્રેક કરી શકાશે. 

    આ અંગે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ)ના ડાયરેક્ટર લૌરી લેશિને જણાવ્યું હતું કે, ISRO અને NASA બંને અવકાશ એજન્સીઓના વૈજ્ઞાનિકો NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓએ અવકાશયાનમાંથી આવતા ડેટાનો મહત્તમ લાભ લેશ.2024 ની શરૂઆતમાં લોન્ચ થવાની તૈયારીમાં

    જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ)ના ડાયરેક્ટર લૌરી લેશિને બેંગલુરુમાં કહ્યું કે,અમે NASA અને ISRO વચ્ચે NISAR પર કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. જે પૃથ્વીની સપાટીને જોવા માટે એક રડાર મશીન છે. આ મિશનથી મેન્ગ્રોવ પર અસર અને દરિયાકાંઠા નજીક આવતું પરિવર્તન જઅને શકાશે. આનાથી આપણે બરફની ચાદર કેવી રીતે બદલાઈ રહી છે અને વિશ્વભરમાં ભૂકંપ અને જ્વાળામુખી કેવી રીતે થઈ રહ્યા છે તે પણ જાણી શકીશુ.

    તેમણે જણાવી હતું કે, અહીં બેંગલુરુમાં જેપીએલ (જેટ પ્રોપલ્શન લેબોરેટરી)માં અમારા સાથીદારો ISROમાં અમારા સાથીદારો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે તે ખૂબ જ રોમાંચક છે.અમારી ટીમમા અવિશ્વસનીય સહયોગ, મહાન ટીમવર્ક છે. અમે એકબીજા પાસેથી ઘણું શીખીએ છીએ. 

    NASA-ISRO અનેક વિવિધ મિશન પર સાથે મળીને કામ કરવા તૈયાર છે.નાસાના લેશિને કહ્યું કે, ભવિષ્યમાં તે પૃથ્વી વિજ્ઞાનથી આગળ તમામ પ્રકારની વસ્તુઓ પર કામ કરવા તૈયાર છે. લેશિને કહ્યું, અમે તમામ પ્રકારની વસ્તુઓ પર સાથે મળીને કામ કરવા આતુર છીએ, કદાચ ચંદ્ર અને મંગળ પરના ભવિષ્યના મિશન પર પણ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply