Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ અંડર-18 હોકી: આશિષ પૂર્તિની શાનદાર હેટ્રિક

Live TV

X
  • એશિયા કપ અંડર-18 હોકી: આશિષ પૂર્તિની શાનદાર હેટ્રિક

    ભારતીય જુનિયર હોકી ટીમે વૈશ્વિક મંચ પર ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. એશિયા કપ અંડર-18 હોકી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે યજમાન જાપાનને 4-1 ના મોટા માર્જિનથી હરાવીને ગૌરવપૂર્ણ ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં સ્ટાર ખેલાડી આશિષ પૂર્તિ ચમક્યો હતો, જેણે શાનદાર હેટ્રિક ફટકારીને જાપાનને મેચમાંથી બહાર કરી દીધું હતું.

    શાનદાર પ્રદર્શન બદલ આશિષ પૂર્તિને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં કુલ 13 ગોલ ફટકારીને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે.

    ગૃહમંત્રી અમિત શાહે પાઠવ્યા અભિનંદન

    ભારતીય યુવા ટીમોની આ બેવડી સફળતાને દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ બિરદાવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને મહિલા અને પુરુષ બંને ટીમોને તેમની આ શાનદાર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply