Skip to main content
Settings Settings for Dark

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ : સિંધુ, પ્રણોયની હાર સાથે ભારતનું અભિયાન સમાપ્ત

Live TV

X
  • બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ્સ 2024માં ભારતનું અભિયાન ગુરુવારે, બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને એચએસ પ્રણયની અનુક્રમે મહિલા અને પુરૂષ સિંગલ્સ કેટેગરીની અંતિમ 16માં હાર સાથે સમાપ્ત થયું.

    ચીનના નિંગબો ઓલિમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 69 મિનિટ સુધી ચાલેલી, આ મેચમાં સિંધુ વિશ્વની 7 નંબરની ખેલાડી હાન યુ સામે, 18-21, 21-13, 17-21ના સ્કોરથી હારી ગઈ હતી. સિંધુની ચીનની શટલર સામે, છ મેચમાં આ પ્રથમ હાર હતી.

    સિંધુએ પ્રથમ ગેમમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને બ્રેકમાં, છ પોઈન્ટની આગેવાની લીધી હતી. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા 15-10 થી આગળ હતી, પરંતુ હાન યુએ, સતત છ પોઈન્ટ જીતીને લીડ મેળવી અને પછી પ્રથમ ગેમ જીતવામાં સફળ રહી.

    ભારતીય બેડમિન્ટન ખેલાડીએ જોરદાર જવાબ આપ્યો, અને બીજી ગેમ સરળતાથી જીતીને મેચને ત્રીજી ગેમમાં લઈ ગઈ. જોકે, ચીનની શટલરે, ત્રીજી ગેમ જીતીને સિંધુને બહાર કરી દીધી હતી.

    આ પહેલા બુધવારે સિંધુએ પ્રથમ રાઉન્ડમાં, ભૂતપૂર્વ યુથ ઓલિમ્પિક ગેમ્સ વિજેતા મલેશિયાની ગોહ જિન વેઈને હરાવી હતી.

    પુરુષ એકલમાં વિશ્વમાં નવમા ક્રમે રહેલા પ્રણયને, ચાઈનીઝ તાઈપેઈના લિન ચુન-યી સામે 18-21, 11-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.

    પ્રણોયે પ્રથમ ગેમમાં ચાર પોઈન્ટ પાછળ પડ્યા બાદ, પુનરાગમન કર્યું અને રમતને 15 પોઈન્ટની બરાબરી કરી. પરંતુ લિન ચુન-યીએ, પ્રથમ ગેમ જીતી લીધી હતી અને બીજી ગેમમાં, ભારતીય શટલરને કોઈ તક આપી ન હતી.

    અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રેસ્ટો બંને, મહિલા યુગલ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. પોનપ્પા અને ક્રેસ્ટો, વિશ્વમાં ક્રમાંકિત 20 ની ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત જોડીને વિશ્વમાં નંબર 3, નામી મત્સુયામા અને ચિહારુ શિદાની જોડીએ, 49 મિનિટમાં 21-17 અને 21-12 થી પરાજય આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply