Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં અકોડા સ્ટેડિયમ ખાતે ત્રીજા રાષ્ટ્રીય રમતોત્સવનો પ્રારંભ

Live TV

X
  • ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ભારતના યુવા ધન સહિતના નાગરિકોને તંદુરસ્ત બનાવીને મજબૂત રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનું યોગદાન આપશે. ત્યારે ફિટ ઇન્ડિયા ને સાર્થક કરતી રાષ્ટ્રીય માસ્ટર ગેમ્સ ફેડરેશન આયોજીત ત્રીજા રાષ્ટ્રીય રમતોત્સવનો પ્રારંભ દબદબાભેર વડોદરાનાં માંજલપુર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યો છે.

    ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ભારતના યુવા ધન સહિતના નાગરિકોને તંદુરસ્ત બનાવીને મજબૂત રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનું યોગદાન આપશે. ત્યારે ફિટ ઇન્ડિયા ને સાર્થક કરતી રાષ્ટ્રીય માસ્ટર ગેમ્સ ફેડરેશન આયોજીત ત્રીજા રાષ્ટ્રીય રમતોત્સવનો પ્રારંભ દબદબાભેર વડોદરાનાં માંજલપુર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યો છે. માસ્ટર ગેમ્સ એસોસિયેશન ઓફ ગુજરાત તેમજ માસ્ટર ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં 5થી 9મી ફેબ્રુઆરી દરમિયાન ત્રીજી રાષ્ટ્રીય માસ્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રમતોત્સવમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને આગામી વર્ષે 2021માં જાપાન ખાતે યોજાનાર વર્લ્ડ માસ્ટર ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મળશે. રમતોત્સવમાં દેશભરમાંથી આવેલા 6000 પુરુષ તેમજ મહિલા ખેલાડીઓ 500 રેફરી 800 સ્વયંસેવકો અને 100 જેટલા મુખ્ય પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. અહીં બાસ્કેટબોલ, કબડ્ડી,રસ્સા ખેંચ, સ્વિમિંગ,ટેબલ ટેનિસ, વેઇટ લીફટિંગ, બેડમિન્ટન, હોકી, ફૂટબોલ, વોલી બોલ, હેન્ડ બોલ, શુટિંગ, આર્ચરી, તેમજ એથ્લેટિક્સલ સહીતની 14 વિવિધ રમતો રમાશે. જે વડોદરાનાં સમા અને માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તેમજ એમ એસ યુનિવર્સીટીના પેવેલીયનને અકોટા સ્ટેડિયમ ખાતે યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
apply