શુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, 1000 રન કર્યા પૂરા
Live TV
-
શુભમન ગિલની આ સિદ્ધિ ગુજરાત ટાઇટન્સ માટે એક મોટી પ્રેરણા બની રહેશે, જેને સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેણે આ મેચમાં તોફાની બેટિંગ કરતાં અમદાવાદના મેદાન પર પોતાના 1000 રન પૂરા કર્યા છે. શુભમન ગિલે આ સિદ્ધિ ઝડપી બેટિંગ કરીને પ્રાપ્ત કરી છે, જેના કારણે ટીમના સ્કોરમાં ઝડપથી વધારો થયો છે.
શુભમન ગિલની સાઈ સુદર્શન સાથે 70 રનથી વધુની ભાગીદારી
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં શુભમન ગિલનો સાથ યુવા બેટ્સમેન સાઈ સુદર્શને પણ ખૂબ જ સારી રીતે આપ્યો છે. બંને ખેલાડીઓએ મળીને શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું છે અને મહત્ત્વપૂર્ણ 70 રનથી વધુની ભાગીદારી નોંધાવી હતી, જેણે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 9મી હાર્દિક પંડયાની ઓવરમાં શુભમન ગિલ 27 બોલમાં 38 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો.
શુભમન ગિલે પોતાની ઇનિંગ્સમાં આક્રમક વલણ અપનાવ્યું હતું અને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેના દરેક શોટમાં આત્મવિશ્વાસ દેખાઈ જોવા મળી રહ્યો હતો અને તેણે વિરોધી બોલરોને કોઈ તક આપી નહોતી. બીજી તરફ, સાઈ સુદર્શને પણ સમજદારીપૂર્વક બેટિંગ કરી અને ગિલને સારો સાથ આપ્યો. બંને ખેલાડીઓની જોડીએ દર્શકોને ખૂબ જ રોમાંચિત કર્યા હતા.
અમદાવાદના ક્રિકેટ ચાહકો માટે આ એક યાદગાર ક્ષણ હતી, જ્યારે તેમના હોમ ગ્રાઉન્ડ પર ગિલે 1000 રનનો આંકડો પાર કર્યો. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું હતું. ગિલની આ સિદ્ધિ ગુજરાત ટાઇટન્સ માટે એક મોટી પ્રેરણા બની રહેશે અને ટીમ આગળની મેચોમાં પણ આવું જ પ્રદર્શન જાળવી રાખવા માટે ઉત્સુક હશે.