ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો
Live TV
-
આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મેચમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેની જીત બાદ ભારતે પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારત ગ્રુપ A માં ત્રણેય મેચ જીતીને ટોચ પર પહોંચ્યું.
ઓસ્ટ્રેલિયા સ્ટીવ સ્મિથના સફળ નેતૃત્વ હેઠળ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં પહોંચ્યું.
ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ આવતીકાલે લાહોરમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે.