Skip to main content
Settings Settings for Dark

IPLની પ્રથમ મેચમાં RCBએ KKRને 7 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલી અને ફિલિપ સોલ્ટે ફટકારી અડધી સદી

Live TV

X
  • IPL 2025ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, RCB એ 7 વિકેટે જીત મેળવી. આરસીબી તરફથી વિરાટ કોહલીએ અણનમ 59 રન બનાવ્યા.

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને 7 વિકેટથી હરાવ્યું. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં KKR એ RCB ને જીતવા માટે ૧૭૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આરસીબીએ આ લક્ષ્ય ૧૬.૨ ઓવરમાં પ્રાપ્ત કરી લીધું. આરસીબી તરફથી વિરાટ કોહલી (59*) અને ફિલ સોલ્ટ (56) એ અડધી સદી ફટકારી.

    પ્રથમ બેટિંગ કરતા, KKR એ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા. કેપ્ટન અજિંક્ય રહાણે (૫૬) અને સુનીલ નારાયણ (૪૪) એ ટીમને મજબૂત શરૂઆત અપાવી પરંતુ મધ્યમ ક્રમ નિષ્ફળ ગયો. જોકે, અંતે, અંકુશ રઘુવંશીએ 30 રનની ઇનિંગ રમી અને ટીમને 174 રનના સ્કોર સુધી પહોંચાડી. આરસીબી તરફથી કૃણાલ પંડ્યાએ શાનદાર બોલિંગ કરી, 4 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે જોશ હેઝલવુડે બે વિકેટ લીધી. જ્યારે યશ દયાલ, રસિક સલામ અને સુયશ શર્માને એક-એક સફળતા મળી.

    ૧૭૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત આક્રમક રહી. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન ફિલ સોલ્ટ (56) અને વિરાટ કોહલી (59*) એ પ્રથમ વિકેટ માટે 95 રન ઉમેર્યા અને મેચને એકતરફી બનાવી દીધી. સોલ્ટના આઉટ થયા પછી રજત પાટીદાર (34) એ ઝડપી ઇનિંગ રમી. કોહલીએ ૩૬ બોલમાં અણનમ ૫૯ રન બનાવીને ટીમને ૧૬.૨ ઓવરમાં વિજય અપાવ્યો.

    RCBનો આ વિજય ઐતિહાસિક હતો કારણ કે 2008માં IPLની પહેલી સીઝનમાં કોલકાતાએ પહેલી જ મેચમાં તેમને હરાવ્યું હતું. હવે ૧૮ વર્ષ પછી RCB એ KKR પાસેથી તે હારનો બદલો લીધો છે. આ જીત સાથે વિરાટ કોહલી T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેનોમાં જોડાઈ ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
apply