Skip to main content
Settings Settings for Dark

IPL 2024: મુંબઇ ઈન્ડિયન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 31 રને હરાવ્યું

Live TV

X
  • IPL 2024 ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સામનો મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે થયો હતો. હૈદરાબાદે આ મેચ 31 રને જીતી લીધી હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 277 રન બનાવ્યા જે IPLના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર છે.

    સનરાઇઝર્સ હૈદરાબાદે RCBનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે RCBએ વર્ષ 2013માં 263 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધી IPLના ઈતિહાસમાં કોઈપણ ટીમનો સૌથી મોટો સ્કોર હતો. હેનરિક ક્લાસને 80 રનની અણનમ ઇનિંગ રમી હતી.

    લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 246 રન જ બનાવી શકી હતી. તિલક વર્માએ 64 રનની ઇનિંગ રમી હતી. ટિમ ડેવિડે 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. જયદેવ ઉનડકટ અને પેટ કમિન્સે બે-બે વિકેટ લીધી હતી. આ મેચમાં 38 સિક્સર ફટકારવામાં આવી હતી. હૈદરાબાદ દ્વારા 18 છગ્ગા અને મુંબઈ દ્વારા 20 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. જો આઈપીએલમાં હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધી 22 મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદે 10 અને મુંબઈએ 12 મેચ જીતી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply