Skip to main content
Settings Settings for Dark

IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રને હરાવ્યું

Live TV

X
  • લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 163 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ માત્ર 130 રન જ બનાવી શકી હતી. લખનૌ તરફથી યશ ઠાકુરે શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લીધી.

    લખનૌ તરફથી માર્કસ સ્ટોઇનિસે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તેણે 58 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને અણનમ 32 રન બનાવ્યા હતા. આયુષે 20 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી બોલિંગ દરમિયાન દર્શન અને ઉમેશ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

    ગુજરાત તરફથી રાહુલ તેવટિયાએ 30 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 31 રન બનાવ્યા હતા. વિજય શંકરે 17 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન લખનૌ તરફથી બોલિંગ કરતા યશે 5 વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ અને નવીનને 1-1 વિકેટ મળી હતી.

    આ જીત બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ પાસે 4 મેચમાં 6 પોઈન્ટ છે.  જો આજની મેચની વાત કરવામાં આવે તો આજે ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે સાંજે મેચ યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply