Skip to main content
Settings Settings for Dark

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે RCBને 25 રનથી હરાવ્યું 

Live TV

X
  • IPLની 30મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 25 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદે આ મેચમાં IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં RCBની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 262 રન જ બનાવી શકી હતી. આરસીબી માટે કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને દિનેશ કાર્તિકની શાનદાર ઈનિંગ્સ છતાં RCB ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિજય નોંધાવી શકી ન હતી. જ્યારે વિજેતા ટીમ હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે 41 બોલમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી સૌથી વધુ 102 રન બનાવ્યા હતા.

    RCBના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે આરસીબી સામે શાનદાર બેટિંગ કરી અને ટ્રેવિસ હેડની સદી અને હેનરિક ક્લાસેનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 287 રન બનાવ્યા. હૈદરાબાદે આઈપીએલની એ જ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન બનાવ્યા હતા, જે આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર હતો પરંતુ આ મેચના થોડા જ દિવસો બાદ તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો. 

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 20 ઓવરમાં સાત વિકેટે 262 રન જ બનાવી શકી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચમાં કુલ 549 રન થયા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે 43 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. કાર્તિકે 35 બોલમાં 83 રનની સાહસિક ઇનિંગ રમીને આરસીબીને અણધારી જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો. આ સીઝન આરસીબી માટે સારી રહી નથી અને ટીમ સાતમાંથી માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે.

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સતત 5મી હાર છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10મા સ્થાને છે. આ સાથે જ આ શાનદાર જીત સાથે હૈદરાબાદની ટીમ આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. હૈદરાબાદે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6માંથી 4 મેચ જીતી છે, જ્યારે 2માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply