Skip to main content
Settings Settings for Dark

IPL 2025: રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈને 6 રને હરાવીને પ્રથમ જીત મેળવી

Live TV

X
  • રવિવારે રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે શાનદાર જીત નોંધાવી છે. CSK ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે રાજસ્થાન બેટિંગ કરવા ઉતર્યું ત્યારે નીતિશ રાણાની શાનદાર 81 રનની ઇનિંગની મદદથી તેઓએ 182 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા CSK ફક્ત 176 રન જ બનાવી શક્યું છે. આ રીતે, એક રસપ્રદ મેચમાં, CSK ને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

    રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા 183 રનના લક્ષ્યનો પીછો કરતા ઋતુરાજ ગાયકવાડે CSK માટે કેપ્ટનશીપ ઇનિંગ્સ રમી હતી. જોકે, તે વિજય અપાવી શક્યો નહીં. ગાયકવાડે 44 બોલમાં 63 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 23 રનનું યોગદાન આપ્યું હતુ. શિવમ દુબે 18 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતા. જ્યારે જાડેજા 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. છેલ્લી ઓવરમાં, CSK ને 6 બોલમાં 20 રનની જરૂર હતી અને બોલ સંદીપ શર્માના હાથમાં હતો. પરંતુ ધોની અને જાડેજા મેચ જીતી શક્યા નહીં. ધોનીએ પહેલા બોલ પર શાનદાર સિક્સર ફટકારી પણ બીજા બોલ પર આઉટ થઈ ગયો. આ પછી, CSK બાકીના 4 બોલમાં ફક્ત 16 રન બનાવી શક્યું અને મેચ હારી ગયું.

    રાજસ્થાન તરફથી વનિંદુ હસરંગા સૌથી સફળ બોલર રહ્યો, તેણે 4 વિકેટ લીધી. જ્યારે જોફ્રા આર્ચર અને સંદીપ શર્માને એક-એક સફળતા મળી.

    અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. રોયલ્સની શરૂઆત સારી નહોતી કારણ કે ઓપનર યશસ્વી જયસ્વાલ પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ ખલીલે તેને આઉટ કર્યો હતો. ત્યારબાદ નીતિશ અને સંજુ સેમસન (20) એ 42 બોલમાં 82 રન ઉમેર્યા. નીતિશ રાણાએ 36 બોલમાં 81 રન બનાવ્યા. રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ (૩૭), તેના હોમ ગ્રાઉન્ડ પર રમતા, બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા પરંતુ તેની ઇનિંગમાં લયનો અભાવ હતો. રોયલ્સ છેલ્લી પાંચ ઓવરમાં ફક્ત 37 રન જ બનાવી શક્યું. છેલ્લી ઓવરમાં, શિમરોન હેટમાયરે 16 બોલમાં 19 રન ફટકાર્યા અને ચેન્નાઈ સામે સ્કોર 182 સુધી પહોંચાડ્યો.

    ચેન્નાઈ તરફથી ડાબોડી સ્પિનર ​​નૂર અહેમદે 28 રન આપીને બે વિકેટ લીધી. શ્રીલંકાના મથિશા પથિરાનાએ ડેથ ઓવરોમાં આર્થિક બોલિંગ કરી અને 28 રન આપીને બે વિકેટ ઝડપી. જ્યારે ખલીલ અહેમદે 38 રન આપીને બે વિકેટ લીધી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
apply