Paris Olymips 2024 માં પ્રથમ સુવર્ણ પદક ચીને પોતાના હસ્તક કર્યો છે
Live TV
-
પેરિસ ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે. ભારત માટે આજરોજ શરૂઆત સારી રહી ન હતી અને શૂટિંગ સ્પર્ધામાં નિરાશા જોવા મળી હતી. પ્રથમ મિશ્ર સ્પર્ધામાં અને પછી સિંગલ્સમાં 10 મીટર એર રાઈફલમાં ભારતીય ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવાનું ચૂકી ગઈ હતી. 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં અર્જુન સિંહ ચીમા અને સરબજોત સિંહ પણ ક્વોલિફાયરમાંથી બહાર થઈ ગયા હતા. પેરિસ ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ ચીને જીત્યો હતો જ્યારે પહેલો મેડલ કઝાકિસ્તાનને મળ્યો હતો.
કઝાકિસ્તાને 10 મીટર રાઈફલ મિક્સ્ડ ટીમમાં જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. કઝાકિસ્તાને જર્મની સામે 17-5થી જીત મેળવીને આ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ ચીને પોતાના હસ્તક કર્યો છે. ચીને આ ઓલિમ્પિકમાં 10 મીટર રાઈફલ મિશ્રિત ટીમમાં કોરિયન જોડીને હરાવીને પોતાના દેશ માટે ગોલ્ડ મેડલનું ખાતું ખોલ્યું હતું.
ભારતીય શૂટર્સ 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં મેડલ રાઉન્ડ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમ 1 ની ભારતીય જોડી ઈલેવેનિલ (312.6) અને સંદીપ (313.7) 626.3 પોઈન્ટ સાથે 12મા સ્થાને છે જ્યારે ટીમ 2 રમિતા (314.5) અને અર્જુન (314.2) 628.7 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.