PARIS OLYMPICS 2024: તીરંદાજીમાં ભારતીય મહિલા ટીમની ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી
Live TV
-
તીરંદાજીમાં ભારતીય મહિલા ટીમને ક્વાર્ટર ફાઇનલમાં સીધી જ એન્ટ્રી મળી ગઈ છે. ભારતની મહિલા તીરંદાજી ટીમમાં દિપીકા કુમારી, ભજન કૌર, અંકિતા ભકત જેવી એથ્લિટસનો સમાવેશ થાય છે. તેમણે 1983 પોઈન્ટ સાથે 4 સ્થાન મેળવ્યું હતું અને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. સાઉથ કોરિયન ટીમ 2046 પોઈન્ટ્સ સાથે ટોચ પર રહી હતી.
મહિલા તીરંદાજીમાં પ્રથમ સેટમાં ભારતીય તીરંદાજ અંકિતા ભકતનો સ્કોર 54 પોઈન્ટ રહ્યો હતો અને તે 22માં સ્થાને રહી હતી. ત્યાર બાદ દિપીકા કુમારીએ 51 પોઈન્ટ સ્કોર કર્યા હતા અને તે 51મા ક્રમે રહી હતી. તો ભજન કૌરે પણ 51 પોઈન્ટ સ્કોર કરીને 52માં સ્થાને રહી હતી.
તમામ 12 સેટ બાદ દિપીકા 23માં, અંકિત 11માં અને કૌર 22માં ક્રમે રહી હતી અને ભારતની ટીમ 4થા ક્રમે રહી હતી. જેના કારણે ટીમને સીધી જ ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મળી ગઈ હતી.