Skip to main content
Settings Settings for Dark

RCB vs LSG: લખનૌના નૌજવાન બોલર સામે બેંગલોરના બેટ્સમેન સાબિત થયા અસફળ

Live TV

X
  • RCB એ IPL 2024 માં આત્યારે સુધી કુલ 3 વખત હારનો સામનો કર્યો

    IPL 2024 માં ફરી એકવાર RCB ને ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો. જોકે બેંગલોરના હોમટાઉનમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગઈકાલે યોજાયેલી લખનૌ અને બેંગલોર વચ્ચેની મેચમાં RCB ની સંપૂર્ણ ટીમ બીજી પારીમાં પત્તાના ઘરની જેમ ભાંગી પડી હતી. આ હારની સાથે RCB એ IPL 2024 માં આત્યારે સુધી કુલ 3 વખત હારનો સામનો કર્યો છે. 

    લખનૌ અને બેંગલોર વચ્ચે યોજાયેલી મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરીને કુલ 181 બનાવ્યા હતા. ત્યારે લખનૌએ RCB ને કુલ 182 રનનો ટાર્ગોટ આપ્યો હતો. પરંતુ RCB ની સંપૂર્ણ ટીમ 19.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં RCB ના બેટ્સમેન ફ્લોપ સાબિત થયા હતા. તેના કારણે ટીમ માત્ર 28 રનથી હારી ગઈ હતી.  

    લખનૌ સામે બેંગલોરના બેટ્સમેનમાં મહિપાલ લોમરોરે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તો રજત પાટીદારે કુલ 21 બોલમાં 29 રન બનાવ્યા અને વિરાટ કહોલીએ માત્ર 22 રન બાનાવ્યા હતા. તો મેક્સવેલ પોતાનું ખાતું ખોલાવ્યા વગર પીચ પરથી પરત ફર્યો હતો. 

    RCBની હારનું સૌથી મોટું કારણ લખનૌનો ફાસ્ટ બોલર મયંક યાદવ બન્યો હતો. મયંક યાદવે 4 ઓવરમાં 16 ડોટ બોલ ફેંક્યા અને 15 રન આપીને 3 વિકેટ લીધી. મયંકે ગ્લેન મેક્સવેલ અને ગ્રીનને આઉટ કરીને બેંગલુરુના મિડલ ઓર્ડરને તોડી પાડ્યા હતા. તો રજત પાટીદારની વિકેટ પણ મયંક યાદવે જ લીધી હતી. 

    લખનૌની આ જીત બાદ IPL 2024 ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. લખનૌએ 3 મેચમાં બીજી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ RCB કુલ 4 મેચમાંથી ત્રણ મેચ હારી છે. તેને માત્ર એક જ જીત મળી છે. આ સાથે પોઈન્ટ ટેબલમાં ટીમ 9 માં નંબર પર છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply