WPL ફાઇનલ 2025: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ
Live TV
-
મહિલા આઇપીએલની આજે ફાઇનલ મેચ રમાઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈમાં જંગ જામ્યો છે... આ ફાઇનલ મેચ જીતનારી ટીમને WPL ખિતાબ પોતાના નામે કરશે.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ફાઇનલમાં આજે શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહ્યો છે. મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કારણ કે દિલ્હી કેપિટલ્સની મેરિઝાન કેપે મુંબઈના બંને ઓપનરોને શરૂઆતમાં જ આઉટ કરી દીધા હતા. મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે WPL ફાઇનલમાં ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે તેમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે - તિતસ સાધુના સ્થાને શ્રી ચારણીને સામેલ કરી છે, જ્યારે મુંબઈની ઇલેવનમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હી બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે તેમની WPL ટાઇટલ જીતનો દાવો તોડવા માંગે છે. દિલ્હીની ટીમ WPLની આવૃત્તિઓમાં ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે.
પ્લેઇંગ ઇલેવનની ટીમ:
દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ (કેપ્ટન), સારાહ બ્રાઇસ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેસ જોનાસેન, જેમિમાહ રોડ્રિગ્સ, એનાબેલ સધરલેન્ડ, મેરિઝેને કપ્પ, નિકી પ્રસાદ, મિન્નુ માની, શિખા પાંડે, શ્રી ચાર્ની
મુંબઈ ઇન્ડિયન્સ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), અમનજોત કૌર, હેલે મેથ્યુસ, અમેલિયા કેર, નેટ સાઇવર-બ્રન્ટ, સજીવન સજના, જી કામાલિની, સંસ્કૃતિ ગુપ્તા, શબનિમ ઇસ્માઇલ, શૈકા ઇશાક
મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ:
દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેતા પ્રથમ બેટિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની વાત કરવામાં આવે તો, યાસ્તિકા ભાટિયાએ 14 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી મેરેઝિને કપ્પની ઓવરમાં કેચ આઉટ આપ્યો હતો. હેલે મેથ્યુસ 10 બોલમાં 3 રન બનાવી મેરેઝિને કપ્પની ઓવરમાં બોલ્ડ આઉટ થઈ હતી. 13 ઓવરના અંતે ટીમે 87 રન બનાવ્યા છે.