Skip to main content
Settings Settings for Dark

Suspension of scheduled international flights extended till Oct 31| Morning News| 01-10-2020

Live TV

X
Gujarati

1. ગૃહ મંત્રાલયે અનલોક-5 અંગેની ગાઈડ લાઈન કરી જાહેર- શાળા અને કોચિંગ ઈન્સ્ટીટ્યુ ખોલવા અંગે , રાજ્ય સરકાર 15 ઓક્ટોબર બાદ લઈ શકશે નિર્ણય - 50 ટકાની ક્ષમતા સાથે 15 ઓક્ટોબરથી , મલ્ટીપ્લેક્સ થીયેટર્સ અને મનોરંજન પાર્ક ખોલવાને પણ મળી મંજૂરી.

2. ભારતમાંથી જતી આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક ફ્લાઇટસ 31 ઓક્ટોબર સુધી રહેશે બંધ.ભારત સરકાર સંબંધિત કાર્ગો અને મુસાફરો માટેના ઉડ્ડયન રહેશે કાર્યરત.ભારતમાં આવતાં વિદેશી મુસાફરો દિલ્હી એરપોર્ટ પર કોવિડ આર.ટી.પી.સી.આર. પરિક્ષણનો લઇ શકશે લાભ

3. જીનીવામાં માનવ અધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનની કરી આકરી ટીકા - સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતની કાયમી સભ્ય પદ માટેના અભિયાનના સચિવ પવનબરીએ કહ્યું - ભારત સામેના પાકિસ્તાનના જુઠ્ઠાણાથી નહીં બદલાય સત્ય.પત્રકારો, માનવ અધિકારના સંરક્ષકો, સામાજીક કાર્યકરો અને ધાર્મિક નેતાઓ અને લઘુમતિ લોકો માટે પાકિસ્તાન રચી રહ્યું છે જીવલેણ જાળ.

4.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ,, હાથરસ સામુહિક દુષ્કર્મના દોષી વિરુદ્ધ , સખત કાર્યવાહી કરવા કર્યો નિર્દેશ- મુખ્યમંત્રીએ આ મામલે રચેલી તપાસ સમિતિ , 7 દિવસમાં રજૂ કરશે રિપોર્ટ- હાથરસ સામુહિક દુષ્કર્મની પિડિતાએ , દિલ્હી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ- ચાર આરોપીની થઈ ચૂકી છે ધરપકડ.

5. દેશ સતત લડી રહ્યો છે કોરોના સામે જંગ - ગત છેલ્લા 24 કલાકમાં નોંધાયા કુલ 80 હજાર 472 કેસ - હાલ દેશમાં એક્ટીવ કેસ માત્ર 15.11 ટકા - 51 લાખથી વધુ લોકો થયા સ્વસ્થ- રિકવરી રેટ થયો 83.33 ટકા - તો છેલ્લા 24 કલાકમાં 1,179 લોકોના મૃત્યુ થતાં , મૃત્યુઆંક થયો 1.57 ટકા.

6. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે ગત છેલ્લા 24 કલાકમાં નોંધાયા , કુલ 1 હજાર 390 કેસ - સૌથી વધુ સુરતમાં 298, અમદાવાદમાં 197, રાજકોટમાં 151, વડોદરામાં 133, જામનગરમાં 68, કેસ નોંધાયા - આજે 1 હજાર 372 દર્દીઓ થયા સ્વસ્થ- 11 દર્દીઓના મૃત્યુ.

7. વાલીઓ માટે રાહતના સમાચાર - શાળાની ફી મામલે રાજ્ય સરકારે 25 ટકા ફી ઘટાડાનો લીધો નિર્ણય- ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડને પણ લાગુ પડશે આ નિર્ણય- વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં 50 ટકા ફી ભરી દેવા અનુરોધ - સંચાલકો અને વાલી મંડળ સાથે ચર્ચા બાદ , શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત.

8. આગામી પેટા ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો , અને કોવિડ-19ના શંકાસ્પદ , અથવા પ્રભાવિત વ્યક્તિઓ ઈચ્છે , તો ટપાલ મત પત્ર મારફતે કરી શકશે મતદાન - ચૂંટણી પંચે જાહેર કરેલ માર્ગદર્શિકા અનુસાર , તમામ વિગતો સાથે ચૂંટણી અધિકારીને કરવાની રહેશે અરજી - તપાસ બાદ , ટપાલ મત પત્ર કરાશે ઈશ્યુ.
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply