Skip to main content
Settings Settings for Dark

UPના પૂર્વ CM કલ્યાણ સિંહના નરૌરામાં ગંગાઘાટ પર અંતિમ સંસ્કાર કરાશે | Morning News | 23-08-2021

Live TV

X
Gujarati

1. દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે આજે આઝાદીના અમૃત મહોત્સવ અંર્તગત આઇકોનિક સપ્તાહનો કરાશે પ્રારંભ. નવા ભારતની અદભૂત યાત્રાની જોવા મળશે ઝલક....સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ ચહેરાઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બહુમૂલ્ય યોગદાનને કરાશે યાદ.....

2. અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી યથાવત, આજે વધુ 146 લોકોને લવાશે ભારત...ગઇકાલે ભારતીયો સહિત 186 નાગરિકોને લઇને ભારત પહોંચ્યું હતું વાયુસેનાનું વિમાન...

3. અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા અમેરિકાએ કોમર્શિયલ ફ્લાઇટને આપી મંજૂરી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું...ISIS અને અફઘાન સમર્થિત ISIS ના ખતરાને પહોંચી વળવા સતર્કતા જરૂરી....

4. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના આજે નરૌરામાં ગંગાઘાટ પર કરાશે અંતિમ સંસ્કાર. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજો રહેશે હાજર....કલ્યાણ સિંહે શનિવારે રાત્રે લીધા હતા અંતિમ શ્વાસ...

5. દેશમાં કોરોના રસીકરણનો આંક પહોંચ્યો 58 કરોડ 15 લાખને પાર. કોરોનાના નવા 30 હજાર 948 કેસ સામે 38 હજાર 487 દર્દીઓ થયા સાજા......સક્રિય કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 53 હજાર પર પહોંચી....

6. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં...ગઇકાલે કોરોનાના નવા 15 કેસ સામે 17 દર્દી થયા સાજા....રિકવરી રેટ થયો 98.76 ટકા...ગઇ કાલે રક્ષાબંધન હોવાથી વેક્સિનેશનની કામગીરી રહી બંધ...

7. રક્ષાબંધન પર્વ પર રાજ્ય સરકારે તબીબી અધ્યાપકોને આપી ભેટ....રાજ્ય સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો અને GMERSની મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપક,તબીબોને સાતમાં પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની આરોગ્ય મંત્રી નીતિન પટેલની જાહેરાત...

8. વિશ્વ અંડર ટ્વેન્ટી એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ... લાંબી કુદમાં શૈલી સિંહે મારી બાજી..ચાલુ વર્ષે ભારતે જીત્યો ત્રીજો મેડલ...તો,આવતીકાલથી ટોક્યોમાં પેરાઓલંપિકનો થશે પ્રારંભ....ભારત વતી પહેલીવાર 54 ખેલાડીઓ લઇ રહ્યાં છે ભાગ...

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply