દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીને પગલે અમેરિકા અન્ય દેશોની મદદે આવ્યુ છે. બાઇડન પ્રશાસને ઘોષણા કરી છે કે અમેરિકા, 8 કરોડ વેક્સિન ડોઝમાંથી સાડા 5 કરોડ વેક્સિન ડોઝ અન્ય દેશોને આપશે. જેમાંથી 4 કરોડ 10 લાખ ડોઝનું કોવેક્સ પ્રોગ્રામ હેઠળ વિતરણ કરવામાં આવશે.. ભારત સહિત એશિયાઇ દેશોમાં 1 કરોડ 40 લાખ ડોઝ, આફ્રિકી મહાદ્વીપમાં 1 કરોડ ડોઝ તથા 1 કરોડ 60લાખ ડોઝનું દક્ષિણી અમેરિકી દેશોમાં વિતરણ કરવામાં આવશે.. બાકીના 1 કરોડ 40 લાખ ડોઝનું ક્ષેત્રીય પ્રાથમિકતાના આધારે સીધુ વિતરણ કરવામાં આવશે..મહત્વનુ છે કે અમેરિકાએ વૈશ્વિક સ્તર પર કોવિડની રસી મળી રહે તે માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન કોવેક્સ હેઠળ 2.5 કરોડ વેક્સિન ડોઝનું વિતરણ કરવાની યોજના બનાવી લીધી છે. 8 કરોડ વેક્સિન ડોઝમાંથી 6 કરોડ ડોઝ, એસ્ટ્રાઝેનિકાના છે. આ ડોઝ અમેરિકામાં આપવાની મંજૂરી અમેરિકાને આજદિન સુધી મળી નથી..જો કે અમેરિકાએ હજી સ્પષ્ટ કર્યુ નથી કે કયા દેશને કેટલી રસી આપશે..