દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચતા, પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ઓથોરિટીએ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી. 5 નવેમ્બર સુધી બધા જ નિર્માણ કાર્યો અને ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ રહેશે. કોલસા આધારિત ઉદ્યોગો 15 નવેમ્બર સુધી બંધ રહેશે. સોનીપત, ભિવાડી, પાણીપત અને બહાદુરગ માં કોલસા આધારિત ઉદ્યોગો બંધ રહેશે. દિલ્હીની શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રહેશે.