More than 26.14 lakh vaccine doses administered till 8 pm on Friday|Morning News|17-4-2021
17-04-2021 | 8:21 am
Share Now 1---પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે યોજી વ્યાપક સમીક્ષા બેઠક....12 રાજ્યોમાં આગામી 15 દિવસોમાં ઓક્સિજનની માગ અને વર્તમાન સ્થિતિ પર કર્યું વિસ્તૃત મંથન...
2----કેન્દ્રીય ગૃહસચિવે પત્ર લખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓક્સિજનના વાહનોની અવર-જવર સુનિશ્ચિત કરવા આપ્યો આદેશ...સ્પેશિયલ કોવિડ સુરક્ષા હેઠળ કો-વેક્સિનના ઉત્પાદન પર મૂક્યો ભાર...જુલાઈ-ઓગસ્ટ માસ સુધી દેશમાં 7 ગણો થશે વેક્સિન નિર્માણ....
3---દેશમાં કોરોનાની સ્થિતિ બની ગંભીર...છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2 લાખ 17 હજારથી વધુ કોરોનાના કેસ....સંક્રમણ ઘટાડવા માટે કેટલાક રાજ્યોમાં કડક પ્રતિબંધ અને વિકેન્ડ કર્ફ્યૂની કરી જાહેરાત....તો, કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે PM CARE FUND અંતર્ગત 100 નવી હોસ્પિટલોમાં હશે ઓક્સિજન પ્લાંટ....
4----હજારો કરોડના કૌભાંડી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો થયો સાફ....બ્રિટનના ગૃહમંત્રીએ નીરવ મોદીના પ્રત્યાર્પણને આપી મંજૂરી....નિરવ મોદીની દલીલને અનેક વખત લંડનની કોર્ટે ફગાવી...
5---પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં 45 બેઠકો પર મતદાન શરૂ..કોવિડ ગાઈડલાઈન મુજબ થઈ રહ્યું છે મતદાન....તો, લોકસભાની બે અને 9 રાજ્યોની 12 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન શરૂ....
6---પંચમહાલ જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત એવી મોરવા હડફ વિધાનસભા બેઠક પર મતદાન શરૂ....329 મતદાન મથકો પર મતદારો કરી રહ્યા છે પોતાના મત્તાધિકારનો ઉપયોગ....ભાજપના નીમિષાબેન સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારા વચ્ચે સીધી ટક્કર.....
7----રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 8 હજારને પાર....શુક્રવારે નોંધાયા 8 હજાર 920 નવા કેસ...94 દર્દીઓએ ગુમાવ્યા જીવ...અમદાવાદમાં 2 હજાર 898, સુરતમાં 1 હજાર 920, રાજકોટમાં 759 અને વડોદરામાં નોંધાયા 600 કેસ...શુક્રવારે કુલ 1 લાખ 31 હજારથી વધુ વ્યક્તિઓનું કરાયું રસીકરણ....
8---રાજ્યમાં કોરોના સંક્રમણને કાબુ લેવા અનેક ગામો પાડી રહ્યા છે સ્વૈચ્છીક લોકડાઉન....ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામમાં 3થી 4 કેસ સામે આવતા ગ્રામ પંચાયતે સ્વૈચ્છીક બંધનો કર્યો નિર્ણય...તો, અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામ એક વર્ષ પછી પણ કોરોના મુક્ત ગામ....