Submitted by developer on

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો ૩૫મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં 2106 ડિગ્રી અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ વી.કે.શ્રીવાસ્તવે સમારંભનુ અધ્યક્ષ સ્થાન સંભાળ્યુ હતુ. આ પ્રસંગે તેમના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી તક ઉભી કરી છે. વિદ્યાર્થીઓ પોતાના રુચિ પ્રમાણેના વિષયો ભણીને કારકિર્દી ઘડી શકે છે. તેનુ ઉત્તમ ઉદાહરણ અમદાવાદના વિદ્યાર્થીની દર્શિતા અગ્નિહોત્રીએ બેચલર ઓફ લાઈબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવી ને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.