અઠવાડિયાના ત્રીજા દિવસે સેન્સેક્સ 102 અંકના વધારા સાથે 80,905ની સપાટીએ બંધ
Live TV
-
અઠવાડિયાના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર આજે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો BSE સૂચકાંક સેન્સેક્સ 102 અંકના વધારા સાથે 80,905ની સપાટીએ બંધ થયો હતો. નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી પણ 71.35 અંક વધીને 24,770ની સપાટીએ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.
વેપારી સત્ર દરમિયાન ફાર્મા, મેટલના શેર તેજી સાથે તો બેંક, આઇટીના શેર સુસ્ત કારોબાર સાથે બંધ થયા હતા. જ્યારે સ્મોલ કેપ તેમજ મિડ કેપ શેરમાં તેજી નોંધાઈ હતી. સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને 24 કેરેટ સોનાનો ભાવ 71 હજાર 770 થયો છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ એક હજાર રૂપિયા વધીને 92,000 રૂપિયા થયો છે.