સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 378 આંકના વધારા સાથે 80,802 આંક પર બંધ રહ્યો
Live TV
-
અમેરિકી અર્થતંત્ર પરથી મંદીનો ભય ટળતાં અને પોઝિટીવ સંકેતને કારણે આજે સપ્તાહના બીજા દિવસે પણ એશિયન સહિત ભારતીય શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 378 આંકના વધારા સાથે 80 હજાર 802 આંક પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 126 આંકના વધારા સાથે 24 હજાર 698 આંક પર બંધ રહ્યો
આઇટી, ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી તો આ તરફ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૃપિયો 8 પૈસા મજબૂત રહેતા 83.79 સ્તરે બંધ રહ્યો. કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે રૂપિયા 526ના વધારા સાથે 72 હજાર 710 રૂપિયા બોલાઇ રહ્યો છે. તો ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 1157ના વધારા સાથે 85 હજારને પાર બોલાઇ રહ્યો છે