અમેરિકા-ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વૉરથી વિશ્વના શેરબજારો ગગડ્યા
Live TV
-
અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વૉરથી દુનિયાના તમામ શેર બજાર ભારે કડાકો જોવા મળ્યો. શુક્રવારે સેન્સેક્સમાં 400 પોઇન્ટ ગગળ્યો જ્યારે નિફ્ટી પણ 10,000ની અંદર સરકી
એશિયાઈ શેરબજારોમાં ટ્રેડ વૉરની અસર જોવા મળતા બીએસઇ સેન્સેક્સમાં 409.93ના ઘટાડા સાથે 32596.54 જ્યારે એનએસઇ નિફ્ટીએ દસ હજારની સપાટી તોડી 116.70ના ઘટાડા સાથે 9,998.05 પર બંધ રહ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વૉરને કારણે અશિયાના તમામ શેર બજારમાં મંદી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 60 અરબ ડૉલરની ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવી છે. આગામી સમયમાં અમેરિકા ઉત્પાદકોનું યાદી જાહેર કરશે, જેમાં મોટા ભાગની કંપનીઓ ચીની હોવાની શક્યતાઓ છે. બન્ને દેશના ટ્રેડ વૉરથી એશિયાઈ બજારમાં કડાકો જોવા મળ્યા છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક