મેક પાવર CNC મશિન્સ લિમિટેડનો શેર N.S.E.માં લિસ્ટિંગ
Live TV
-
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં 16 નવી GIDC બનાવાશે, જેમાં વુમન GIDC પણ સામેલ હશે.
નવા ભારતના નિર્માણ માટે મેડ ઈન ઈન્ડિયાથી મેક ઇન ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે મેક પાવર CNC મશિન્સ લિમિટેડના N.S.E.માં શેર લિસ્ટિંગને બેલ વગાડીને વધાર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેડ ઈન્ડિયાને વધાવ્યું. મેક ઈન ઈન્ડિયા દ્વારા નવા ભારતના નિર્માણ માટે સંકલ્પથી સિદ્ધિ માટે કટિબદ્ધ થવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માત્ર જ્યોતિ CNC અને મેક પાવર CNL મશીનો બનાવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં NSEમાં લિસ્ટેડ 260 વાઈબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલા દ્વારા વિદેશના લોકો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. મુખ્યમંત્રીએ આ તબક્કે રાજકોટની નાના -નાની ફેકટરીમાં બનેલા પૂર્જાઓ ઈસરોના ઉપગ્રહોમાં વપરાય છે. નાસામાં વપરાતાં બોઇંગ, એરબસના પૂર્જાઓ પણ રાજકોટમાં બને છે. તો MSME માં પણ બે લાખ એકમો સાથે ગુજરાત પ્રથમ નંબરે લેવાનો મુખ્યમંત્રીએ ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો.