આજે બજાર ખુલતાની સાથે જ નિફ્ટી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો
Live TV
-
સારા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી ચાલુ છે. મંગળવારે બજાર ખુલતાની સાથે જ નિફ્ટી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યો, નિફ્ટી પ્રથમ વખત 21,031ના સ્તરે જ્યારે સેન્સેક્સ રેકોર્ડ બ્રેક 70,000ની ઉપર પહોંચી ગયો.
નિફ્ટીમાં 21 અંક તેમજ સેન્સેક્સમાં 92 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. કુલ 1961 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને 299 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE પર 185 શેરમાં અપર સર્કિટ અને 39 શેરમાં લોઅર સર્કિટ છે.
મેટલ, ફાર્મા અને PSU બેન્કિંગ શેરોએ બજારના ઉછાળામાં ફાળો આપ્યો છે. આ ઉપરાંત વીમા ક્ષેત્રમાં પણ મજબૂત વૃદ્ધિ નોંધાઈ રહી છે. SBI લાઇફ અને HDFC લાઇફ નિફ્ટીમાં ટોપ ગેઇનર છે. આ પહેલા સોમવારે BSE સેન્સેક્સ 102 પોઈન્ટ ઉછળીને 69,928 પર બંધ થયો હતો.