ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર 16 મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો
Live TV
-
ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દરમાં વધારો.
ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઓક્ટોબરમાં વધીને 11.7 ટકાએ 16 મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર 4.1 ટકા જેટલો નોંધાયો હતો. ઉદ્યોગ ઉત્પાદન સૂચકાંક (IIP)ના સંદર્ભમાં ઔદ્યોગિક ઉત્પાદન માપવામાં આવે છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબર 2023માં વિનિર્માણ ક્ષેત્રનું ઉત્પાદન 10.4 ટકા વધ્યું હતું, તથા ખનન ઉત્પાદનમાં 13.1 ટકાનો વધારો થયો હતો.