આજે ભારતીય શેર બજારમાં સુસ્તીની વચ્ચે ટેલિકોમ શેરમાં વધી રોનક
Live TV
-
દિવસના અંતે સેન્સેક્સમાં 298 પોઈન્ટનો નોંધાયો કડાકો, જયારે નિફટી 79 પોઇન્ટના ઘટાડા સાથે 11 હજાર 253 પર રહ્યો ક્લોઝ, તો ડોલર સામે રૂપિયો રહ્યો નબળો
આજે સવારે ઘટાડા સાથે ખુલેલુ શેર માર્કેટ દિવસના અંતે પણ રેડ ઝોનમાં જ રહ્યું હતું. સેંસેક્સ સવારે 40 અંક ઘટીને 38,130.23 પર ખુલ્યો હતો અને નિફ્ટી 33 અંક ઘટીને 11,280.50 પર ખુલ્યો હતો. ત્યાર બાદ શેર માર્કેટમાં સતત ઘટાડો નોંધાયો હતો અને દિવસના અંતે સેંસેક્સ 297.55 અંક ઘટીને 37,880.40 પર બંધ થયો હતો અને નિફ્ટી 78.75 અંક તુટીને 11,234.55 પર બંધ થયો હતો.