ટપાલ ખાતાએ ટપાલ બચત ખાતાને બેંક ખાતાઓ સાથે જોડવું પડશે : રવિશંકર પ્રસાદ
Live TV
-
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પોસ્ટલ ખાતાએ 17 કરોડ પોસ્ટલ બેંક બચત ખાતાને પેમેન્ટ બેંક ખાતાઓ સાથે જોડવું પડશે.
નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ટપાલ સપ્તાહના સમાપન સમારોહને સંબોધન કરતાં રવિશંકર પ્રસાદે કહ્યું કે ટપાલ વિભાગ દ્વારા નાણાકીય સમાવેશના ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરવામાં આવી છે.
રવિશંકર પ્રસાદે દેશમાં ડિજિટલ ક્રાંતિની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અત્યાર સુધી ડીબીટી દ્વારા આઠ લાખ પચાસ હજાર રૂપિયા મોકલવામાં આવ્યા છે. આમ એક લાખ 54 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે.કેન્દ્રીય મંત્રીએ વધુ માં કહ્યું હતું કે ભારત દ્વારા સમાવિષ્ટ ડિજિટલ વૃદ્ધિને વિશ્વ સ્વીકારે છે. તેમણે કહ્યું કે એનડીએ સરકારે દેશભરમાં એક લાખ ડિજિટલ ગામો સ્થાપવાનો નિર્ણય લીધો છે.