પીએમસી બેંકના પૂર્વ ડિરેક્ટરને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
Live TV
-
પીએમસી બેંકના પૂર્વ ડિરેક્ટર સુરજીતસિંહ અરોરાને કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ધરપકડ કરાઈ, તેને 22 મી ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો; પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસને મુંબઇની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંકના ભૂતપૂર્વ નિર્દેશક સુરજીતસિંહ અરોરાને 22 મી ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસને મુંબઈની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. બુધવારે મુંબઇ પોલીસની આર્થિક ગુનાની વીંગ દ્વારા સુરજીતની ધરપકડ કરવામાં આવી હતી. 4,355 કરોડ રૂપિયાના કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે