સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો
Live TV
-
સેન્સેક્સ 453.07 અંક વધારા સાથે 39,052.06 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 506 અંક વધી 39,104.69 પર પહોંચ્યો હતો
સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. કારોબારીની શરૂઆતમાં શેરબજારમાં ફ્લેટ ઓપનીંગ રહ્યું હતું. શેરબજાર ગુરુવારે પણ વધીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ 453.07 અંક વધારા સાથે 39,052.06 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 506 અંક વધી 39,104.69 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીનું ક્લોઝિંગ 122.35 અંકના વધારા સાથે 11,586.35 પર થયું હતું. કારોબાર દરમિયાન તે 135 અંકની તેજીની સાથે 11,599.10ના સ્તરે પહોંચ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ વિદેશી રોકાણકારોએ ખરીદી વધારતા બજારમાં તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ સસ્તુ થવાથી પણ સહારો મળ્યો. સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 35 શેર વધારા સાથે બંધ થયા હતો. એનએસઈ પર 11માંથી 10 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ 3 ટકા તેજી આવી. માત્ર આઈટી ઈન્ડેક્સ નુકસાન(0.4%)માં રહ્યો હતો.