ભારતમાં વેપાર કરવો વધુ સરળ બન્યો
Live TV
-
ભારતે સતત ત્રીજી વખત ટોપ 10 પર્ફોમરની યાદીમાં સામેલ થયું
ભારતમાં વેપાર કરવો વધુ સરળ બન્યો છે. વર્લ્ડ બેન્કની ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેંકિંગમાં 14 સ્થાનની છલાંગ લગાવીને ભારતે 63 મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતે સતત ત્રીજી વખત ટોપ 10 પરફોર્મરની યાદીમાં સામેલ થયું છે. આ અંગે કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મળા સિતારામને ખુશી વ્યક્ત કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.વર્લ્ડ બેંકના ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ સિમિઓન જાનકોવના જણાવ્યા અનુસાર, “ભારત ત્રીજી વખત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેંકમાં ટોપ -10 માં જોડાયો છે. 20 વર્ષના પ્રોજેક્ટમાં બહુ ઓછા દેશોએ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે. અન્ય ઘણા દેશોને આ મામલે ઓછી સફળતા મળી છે. 2018-19ની યાદીમાં ભારત 77 માં ક્રમે હતું. ભારત સતત ત્રીજા વર્ષે અર્થતંત્રની દ્રષ્ટિએ ટોચના -10 સુધારણા કરનારા દેશોમાં સામેલ થયું છે.