ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો, નિફ્ટી 21,543 પોઇન્ટ પર ખુલ્યો
Live TV
-
સેન્સેક્સ 210 પોઇન્ટના વધારા સાથે 71,647 પર ખુલ્યો હતો.
બુધવારે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. સેન્સેક્સ 210 પોઇન્ટના વધારા સાથે 71,647 પર ખુલ્યો હતો. જે 437 પોઇન્ટ સુધી વધીને 71 હજાર, 868 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. આજે ટી.સી.એસ, વીપ્રો, બજાજ ફીનસર્વ, રીલાયન્સ, એન.ટી.પી.સી., એચ.ડી.એફ.સી બેન્ક, પાવર ગ્રીડ, મારુતિ, એસ.બી.આઇ. કોટક મહિ્ન્દ્રા બેન્ક, ટાઇટન, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતીય એરટેલ, હિન્દુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્રા બેન્કના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે જે.એસ.ડબલ્યુ, એક્સીસ બેન્ક, ટાટા સ્ટીલ અને સન ફાર્માના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે નિફ્ટી 21,543 પોઇન્ટ પર ખુલ્યો હતો અને અને વધીને 21,577 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો.
19 ડિસેમ્બરે શેરબજાર ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું. મંગળવારે શેરબજાર 71623.71 પોઈન્ટ અને નિફ્ટી 21,505.05 પોઈન્ટ પર પહોંચી ગયો હતો, ત્યારપછી 71,437 પર બંધ થયો હતો. નિફ્ટી સામાન્ય તેજી સાથે 21,445 સ્તર પર બંધ થયો હતો. શેરબજાર આજે FMCG અને IT ક્ષેત્રે જબરદસ્ત તેજી સાથે નવા હાઈ રેકોર્ડ પર પહોંચી ગયું છે.