ભારતમાં કોરોનાના કેસના પગલે ગુરુવારે ભારતીય શેર બજાર નેગેટીવ ટ્રેન્ડમાં ખુલ્યુ
Live TV
-
ભારતમાં કોરોનાના કેસના પગલે ભારતીય શેરમાં બુધવારે મોટો કડાકો આવ્યો હતો. જેની અસરના પગલે ગુરુવારે પણ ભારતીય શેર બજારમાં નેગેટીવ ટ્રેન્ડમાં ખુલ્યુ હતું. જેમાં સેન્સેક્સ 586 પોઇન્ટના ઘટાડા સાથે 70 હજારની સપાટી તોડીને 69 હજાર 920 પોઇન્ટ પર ખુલ્યો હતો જે બાદ સામાન્ય રીકવરી થતા 70 હજારની સપાટી પર પહોંચ્યો હતો.એશિયાઈ બજારોમાં પણ આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.
જ્યારે નીફ્ટી 21 હજાર 33ની સપાટી પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં લગભગ તમામ મોટા શેર્સ ડાઉન હતા. શરૂઆતના સત્રમાં માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર જ લગભગ 1 ટકા મજબૂત હતા. એચડીએફસી બેન્ક લગભગ ફ્લેટ હતી, જ્યારે બાકીના 28 શેરો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ટેક મહિન્દ્રાને સૌથી વધુ નુકસાન થયું હતું. L&T, મારુતિ સુઝુકી, એક્સિસ બેંક, ITC, JSW સ્ટીલ, સન ફાર્મા, ICICI બેંક, પાવરગ્રીડ કોર્પોરેશન, મહિન્દા એન્ડ મહિન્દ્રા જેવા શેર 1 ટકાથી વધુ તૂટ્યા હતા.
યુરોપિયન માર્કેટ છેલ્લા સત્ર દરમિયાન તેજીમાં રહ્યું હતું, પરંતુ છેલ્લી ક્ષણે પ્રોફિટ બુકિંગના દબાણને કારણે DAX ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો હતો. આ ઈન્ડેક્સ 0.07 ટકાના ઘટાડા સાથે 16,733.05 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ, FTSE ઇન્ડેક્સ અગાઉના સત્રના અંતે 1.01 ટકાના વધારા સાથે 7,715.68 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે CAC ઇન્ડેક્સ 0.12 ટકાના વધારા સાથે 7,583.43 પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો.