શેરબજારના કારોબારી સપ્તાહની ખરાબ શરુઆત, સેન્સેક્સ 300 અંક તુટ્યો, નિફ્ટી પણ લાલ નિશાન પર
Live TV
-
શેરબજારના કારોબારી સપ્તાહની શરુઆત ખરાબ રહી છે. નફા વસુલીના ટ્રેન્ડના કારણે આજે સેન્સેક્સ - નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા અને બંને સુચકાંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારના કારોબારી સપ્તાહની શરુઆત ખરાબ રહી છે. નફા વસુલીના ટ્રેન્ડના કારણે આજે સેન્સેક્સ - નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા અને બંને સુચકાંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 46.40 પોઈન્ટના ઘટાડા બાદ 71,437 ના સ્તરે ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 21.85 પોઈન્ટના ઘટાડા સાથે 21,434 ના સ્તર પર ખુલ્યો. ત્યાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો આવ્યો છે.
બજાર ખુલ્યા બાદ તરત જ સેન્સેક્સ 327.32 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 71,156ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 79.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,377ના સ્તરે પહોંચ્યો છે. આ સાથે બેંક નિફ્ટી પણ પોતાના સ્તરથી 201 પોઈન્ટ તુટ્યો હતો. જો કે બાદમાં તે રિકવર થયો હતો.