આજે બજેટના દિવસે શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે ખુલ્યા
Live TV
-
આજે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 ની રજૂઆત પહેલા ભારતીય શેરબજારના તેજી જોવા મળી હતી. ભારતીય શેર બજારમાં નિફ્ટી 24,550 ની ઉપરની સપાટી સાથે ખુલ્યા હતા. જ્યારે સેન્સેક્સ 193.35 પોઈન્ટ વધીને 80,695 પર અને નિફ્ટી 53 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 24,562 પર હતો. લગભગ 1615 શેર વધ્યા, 733 શેર ઘટ્યા અને 125 શેર યથાવત રહ્યા. ખાસ કરીને મિડ-કેપ સ્પેસમાં સખત વેલ્યુએશનને કારણે વિશ્લેષકો બજારમાં ડાઉનવર્ડ પૂર્વગ્રહની ધારણા કરી રહ્યા છે. આર્થિક સર્વેમાં રૂઢિચુસ્ત વૃદ્ધિની આગાહી અને યુએસ-ચીન તણાવમાં વધારો થવાથી રોકાણકારોની આશંકાઓ વધી છે.
રોકાણકારો કેન્દ્રીય બજેટ 2024-25માં મુખ્ય ઘોષણાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. ગઈકાલે કેન્દ્રીય બજેટ 2024 પહેલા સાવચેતી વચ્ચે સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો નીચા સ્તરે સમાપ્ત થયા હતા. તો આજે, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી લાઇફ, એમએન્ડએમ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને આઇશર મોટર્સ નિફ્ટીમાં મોટા ઉછાળામાં હતા, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, એચસીએલ ટેક, ઓએનજીસી, એચડીએફસી બેન્ક અને ડિવિસ લેબ્સ ઘટ્યા હતા.
