દેશનું સામાન્ય બજેટ રજૂ થયા બાદ ભારતીય શેર માર્કેટ કડાકા સાથે થયું બંધ
Live TV
-
દેશનું સામાન્ય બજેટ રજૂ થયા બાદ ભારતીય શેરમાર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બજાર બંધ થતા બીએસઈ સેન્સેક્સ 73 અંકના ઘટાડા સાથે 80, 429ની સપાટીએ રેડ ઝોનમાં બંધ થયો હતો. તો NSEનો નિફ્ટી પણ 30 અંક ઘટીને 24,479 અંકની સપાટીએ બંધ થયો હતો.
બજેટ શરૂ થતા અગાઉ ગ્રીન ઝોનમાં શરૂ થયેલા બજાર નાણામંત્રીનું બજેટ ભાષણ શરૂ થતાંની સાથે જ બજાર રેડ ઝોનમાં આવી ગયા હતા. આ બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. જોકે, આ બજેટ શેર બજાર રોકાણકારોને અનુકુળ નથી આવ્યું. કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવણીની જાહેરાત પછી, કૃષિ સંબંધિત શેરોમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
